વિદ્યાસહાયકની ભરતી જાહેર

Admin
2 minute read
0

 BIG BREAKING / વિદ્યાસહાયકની મોટી ભરતી જાહેર, 2600 જગ્યાઓ માટે આવતીકાલથી પ્રક્રિયા શરૂ, વાઘાણીએ ટ્વિટ કરી આપી માહિતી

Gujarat government announced vidhya sahayak Recruitment for 2600 posts

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના નિર્ણય મુજબ રાજ્ય સરકાર 2600 વિદ્યાસહાયકોની ભરતી કરશે જેની જાહેરાત આવતીકાલે પ્રસિદ્ધ થશે

વિધાસહાયક ઉમેદવારો માટે મોટા સમાચાર

ગુજરાત સરકાર 2600 વિદ્યાસહાયકોની ભરતી કરશે 

આવતીકાલથી વિદ્યાસહાયકોની ભરતીની જાહેરાત પ્રસિદ્ધ થશે 

વિધાસહાયક ઉમેદવારો માટે દિવાળી પહેલા સારા સમાચાર આવી ગયા છે. 2600 વિદ્યાસહાયકોની ભરતી કરવાનો સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. આવતીકાલથી 2600 વિદ્યાસહાયકોની ભરતી પ્રક્રિયા શરૂ થશે. ધોરણ 1થી 5 માટે એક હજાર વિદ્યાસહાયકોની ભરતી થશે જ્યારે ધોરણ 6થી 8માં 1600 વિદ્યાસહાયકોની ભરતી કરશે તેવી માહિતી શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કરી આપી છે.


2,600 વિદ્યાસહાયકોની ભરતી કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય pic.twitter.com/jykI7SWiTE


આ ભરતીમાં જ ગણિત-વિજ્ઞાન માટે 750 અન્ય ભાષાના વિષયો માટે 250ની ભરતી જ્યારે સામાજિક વિજ્ઞાન વિષય માટે 600 વિદ્યાસહાયકોની ભરતી થશે. અગાઉની જાહેરાત મુજબ વિધવા મહિલા ઉમેદવારોને 5 ટકા વધારાના ગુણ મળશે.


ગરમ પાણી પીવાની આદત હોય તો વાંચી લેજો, વારંવાર પીવાથી કીડનીથી લઈને મગજ સુધીની થઈ શકે બિમારી

મંદિર પરના હુમલાઓ નહી શાંખી લેવાય, UK-કેનેડાને ભારત સરકારે આપ્યો આકરો જવાબ

ખુશખબર ! આ કંપની કરશે 9000 લોકોની ભરતી, ઓફિસે આવવાની જરુર નથી, ગમે ત્યાંથી કરી શકશો કામ

મહત્વનું છે કે 4 ઓકટોબરના રોજ વિદ્યાસહાયક ભરતીને લઇને રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમા વિદ્યાસહાયક ભરતીમાં વિધવા બહેનો માટે મેરીટમાં 5 ટકા લાભ આપવાની જાહેરાત કરવામાં આવી છેહતી. જે પ્રમાણે TET - 1 , TET - 2 પાસ વિધવા બહેનોને વિધાસહાયક ભરતીમાં વધારાના ૫ ટકા ગુણ આપવાનો રાજય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. TET પરીક્ષામાં મેળવેલ ગુણના ૫૦ ટકા અને શૈક્ષણિક લાયકાતના મેળવેલ ગુણના ૫૦ ટકા ને ધ્યાને લઈ વિધાસહાયકનું મેરીટ તૈયાર કરવામાં આવે છે. આ રીતે તૈયાર થયેલ કુલ મેરીટમાં વિધવા ઉમેદવારને વધારાના ૫ ટકા ગુણ મેરીટમાં ઉમેરવામાં આવશે. તેમ જણાવાયું છે. વિધવા બહેનોને પણ નોકરીની તક મળી રહે તે હેતુથી રાજય સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે જે આગામી વિધાસહાયક ભરતીથી તેનો અમલ કરવામાં આવશે તેમ પ્રસિદ્ધ કરાયું હતું જે મુજબ 2600 વિદ્યાસહાયકોની ભરતી જાહેર થતાં વિધવા મહિલા ઉમેદવારોને 5 ટકા લાભ આપી દેવાયો છે.

Post a Comment

0Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !